શ્રી રામ રામ રે
shri ram ram re
શ્રી રામ રામ રે પીત્તળ લોટો જળે ભર્યો રે!
દાતણ વેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!
શ્રી રામ રામ તે તાંબા તે કુંડીઓ જળે ભરી રે!
નાવણવેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!
શ્રી રામ રામ રે રાંધી રસોઈઓ ઈમ રહી રે!
ભોજનવેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!
શ્રી રામ રામ રે ઢાળેલા ઢોલિયા ઈમ રહ્યા રે!
પોઢણવેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!
શ્રી રામ રામ રે ખૂંટીએ માળા ઈમ રહી રે!
ભજ્યાની વેળા વહી જાય; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!
શ્રી રામ રામ રે ધન દોલત અને રૂપિયા રે!
સાથે આવે ન કાંઈ; પ્રાણીયા! હેતે હરિને સંભાળજો!
શ્રી રામ રામ રે કાચા તે કંપનો ઘડુલિયો રે!
નંદાતાં ન લાગે રે વાર, પ્રાણીયા! હેતે હરિ ને સંભાળજો!
shri ram ram re pittal loto jale bharyo re!
datan wela wahi jay; praniya! hete harine sambhaljo!
shri ram ram te tamba te kunDio jale bhari re!
nawanwela wahi jay; praniya! hete harine sambhaljo!
shri ram ram re randhi rasoio im rahi re!
bhojanwela wahi jay; praniya! hete harine sambhaljo!
shri ram ram re Dhalela Dholiya im rahya re!
poDhanwela wahi jay; praniya! hete harine sambhaljo!
shri ram ram re khuntiye mala im rahi re!
bhajyani wela wahi jay; praniya! hete harine sambhaljo!
shri ram ram re dhan dolat ane rupiya re!
sathe aawe na kani; praniya! hete harine sambhaljo!
shri ram ram re kacha te kampno ghaDuliyo re!
nandatan na lage re war, praniya! hete hari ne sambhaljo!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 132)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964