waDa re nishalia joDe - Lokgeeto | RekhtaGujarati

વડા રે નિશાળીઆ જોડે

waDa re nishalia joDe

વડા રે નિશાળીઆ જોડે

વડા રે નિશાળીઆ જોડે,

ભાઈ મારાને લેજો.

ભણ્યાગણ્યા, નથી ભૂલ્યા,

ભાઈની પરીક્ષા કરી કહેજો

નાધડીઆ-વિનો, રે મારે,

સૂનો હતો સંસાર !

જ્યારે જાયો ભાઈ ભારે,

રાંધ્યો હતો કંસાર

ભાઈ ભાઈ હું તો કરતી,

ભાઈ વિના ભૂલી ભમતી;

મને ભાઈ! તમે બહુ ભાવ્યા,

માણેક મોતીએ વધાવ્યા.

હાલો, હાલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963