nani sarkhi bangliman - Lokgeeto | RekhtaGujarati

નાની સરખી બંગલીમાં

nani sarkhi bangliman

નાની સરખી બંગલીમાં

નાની સરખી બંગલીમાં કમળ ઝોલા ખાય,

એવું દુનિયાનું રાજ (2)

માંહી ભર્યા સે જાજમ તકિયા, રમીલાબેન બેસી જાય.

એવું રમીલા બેનનું રાજ (2)

નાની સરખી બંગલીમાં કમળ ઝોલા ખાય,

એવું રમેશનું રાજ (2)

માંહી ભર્યાસે કંતાન કોથળા રમેશ બેસી જાય,

એવું રમેશનું રાજ, (2)

સુરત સેરની સડક પર સરરર એસ. ટી. જાય,

એવું રમીલાબેનનું રાજ (2)

દાહોદ ગામની સડક ઉપર જેમ તેમ ગાંડા જાય,

એવું રમેશનું રાજ (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963