hathman thali, thaliman diwDo - Lokgeeto | RekhtaGujarati

હાથમાં થાળી, થાળીમાં દિવડો

hathman thali, thaliman diwDo

હાથમાં થાળી, થાળીમાં દિવડો

હાથમાં થાળી, થાળીમાં દિવડો,

રૂમ ઝુમ કરતી આવી પૂજારી! (2)

દમયંતીબેનની સાડી ભરતે ભરેલી,

રૂમ ઝુમ કરતી આવી પૂજારી! (2)

હાથમાં થાળી, થાળીમાં દિવડો,

રૂપ ઝુમ કરતી આવી પૂજારી! (2)

દમયંતીબેનની ચોળી ભરતે ભરેલી

રૂમ ઝુમ કરતી આવી પૂજારી! (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963