bhai, hun to chalti panina rele re - Lokgeeto | RekhtaGujarati

ભાઈ, હું તો ચાલતી પાણીના રેલે રે

bhai, hun to chalti panina rele re

ભાઈ, હું તો ચાલતી પાણીના રેલે રે

ભાઈ, હું તો ચાલતી પાણીના રેલે રે,

ભાઈ, મને ચાલવાની બલિહારી રે. (2)

ભાઈ, હું તો ઝાંઝરનાં પેરનારી રે,

ભાઈ, મને સાંકળીમાં સમજાવ્યાં રે (2)

બાપા, હું તો ચાલતી પાણીને રેલે રે,

બાપા, મને ચાલવાની બલિહારી રે. (2)

બાપા, હું તો ઘડિયાળની પેરનારી રે,

બાપા, મને વીંટીમાં સમજાવી રે. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963