barne chandan chok purawo re - Lokgeeto | RekhtaGujarati

બારણે ચંદન ચોક પૂરાવો રે

barne chandan chok purawo re

બારણે ચંદન ચોક પૂરાવો રે

બારણે ચંદન ચોક પૂરાવો રે,

ચંદન ચોક પૂરાવી ને કંઈ

સોનાના બાજટ ઢળાવો રે!

સોના બાજટ ઢળાવીને કંઈ

અમૃત ભાઈને બેસાડો રે!

અમૃતભાઈને બેસાડીને કંઈ હાથમાં

નાળિયેર આપો રે,

હાથમાં નારિયેળ આપીને કંઈ!

દેવને દરશન કરાવો રે!

ચંદન ચોક પૂરાવી ને કંઈ,

સોના બાજટ ઢળાવો રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963