trambakuDi naw gaj unDi - Lokgeeto | RekhtaGujarati

ત્રાંબાકૂડી નવ ગજ ઊંડી

trambakuDi naw gaj unDi

ત્રાંબાકૂડી નવ ગજ ઊંડી

ત્રાંબાકૂડી નવ ગજ ઊંડી.

તે ઘર બે’ની પરણજો રે.

માતા જેવાં સાસુ હોય તો

તે ઘર બે’ની પરણજો રે.

પિતા જેવા સસરા હોય તો

તે ઘર બે’ની પરણજો રે.

બે’ની જેવાં નણદી હોય તો

તે ઘર બે’ની પરણજો રે.

વીરા જેવા દિયર હોય તો

તે ઘર બે’ની પરણજો રે.

રસપ્રદ તથ્યો

(જ્યારે વરકન્યા પરણવા બેસે ત્યારે ગીત ગવાય છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959