saiyar maran re - Lokgeeto | RekhtaGujarati

સૈયર મારાં રે

saiyar maran re

સૈયર મારાં રે

સૈયર મારાં રે, ચાંદાને પસવાડે સૂરજ ઊગ્યો રે.

સૈયર મારાં રે, દાતણની વેળાએ મારે મહેલ આવજો રે.

સૈયર મારાં રે, મીલણની વેળાએ મારે મહેલ આવજો રે.

સૈયર મારાં રે, ભોજનની વેળાએ મારે મહેલ આવજો રે.

સૈયર મારાં રે, ચાંદાને પસવાડે સૂરજ ઊગ્યો રે.

સૈયર મારાં રે, ગરબાની વેળાએ મારે મહેલ આવજો રે.

સૈયર મારાં રે, કૂવાને કાંટે સૈયર સાંભર્યાં રે.

સૈયર મારાં રે, ચાંદાંને પસવાડે સૂરજ ઊગ્યો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 168)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનસુખરામ ના. પાઠક
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959