પેટડાની પીડા
petDani piDa
પહેલી – મેં તો ખાધી ચણાની દાળ રે ભાભીજી,
નિત્ય રે ઊઠીને મારે પેટડાની પીડા!
બીજીઓ – કો’તો વૌવારુ તમારા જેઠને તેડાવું,
પહેલી – જેઠ આવે શું થાય રે ભાભીજી,
નિત્ય રે ઊઠીને મારે પેટડાની પીડા!
બીજીઓ – કો’તો વૌવારુ, તમારા દેરને તેડાવું,
પહેલી – દેર આવે શું થાય રે દેરાણી,
નિત્ય રે ઊઠીને મારે પેટડાની પીડા!
બીજીઓ – કો’તો વૌવારુ, તમારા પરણ્યાને તેડાવું,
પહેલી – પરણ્યો આવે વદ લાવે ભાભીજી,
હવે ટળી છે મારી પેટડાની પીડા!
paheli – mein to khadhi chanani dal re bhabhiji,
nitya re uthine mare petDani piDa!
bijio – ko’to wauwaru tamara jethne teDawun,
paheli – jeth aawe shun thay re bhabhiji,
nitya re uthine mare petDani piDa!
bijio – ko’to wauwaru, tamara derne teDawun,
paheli – der aawe shun thay re derani,
nitya re uthine mare petDani piDa!
bijio – ko’to wauwaru, tamara paranyane teDawun,
paheli – paranyo aawe wad lawe bhabhiji,
hwe tali chhe mari petDani piDa!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959