patiyo patanthi lawyo - Lokgeeto | RekhtaGujarati

પાટિયો પાટણથી લાવ્યો

patiyo patanthi lawyo

પાટિયો પાટણથી લાવ્યો

પાટિયો પાટણથી લાવ્યો, ઢાંકણી ઢસાથી લાવ્યો,

મીઠું માગીને લાવ્યો, હળદર હડિયાદથી લાવ્યો.

મસાલો માગીને લાવ્યો, જીરુ ઝૂરીને લાવ્યો.

શાક તો સવાદિયું થીયું ને, મારા રોયે ચાખવા નો દીધું.

પાટિયો ફોડી રે નાખ્યો વહેવાર તોડી રે નાખ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959