પછેડી
pachheDi
આવી’તી માલણ ફૂલડાં લઈ,
કા’નાની પછેડી લેતી ગઈ.
કા’નાની પછેડીએ નવલખી ભાત,
કા’નો ઓઢે દી ને રાત.
ઓશીકે મેલીને કા’ન પાંગતે જુએ,
પછેડી વિના કા’ન ધ્રૂસકે રુએ.
તેડાવો માલણ બોલાવો બોલ,
તેં કેમ દૂભ્યા શ્રી રણછોડ!
awi’ti malan phulDan lai,
ka’nani pachheDi leti gai
ka’nani pachheDiye nawalkhi bhat,
ka’no oDhe di ne raat
oshike meline ka’na pangte jue,
pachheDi wina ka’na dhruske rue
teDawo malan bolawo bol,
ten kem dubhya shri ranchhoD!
awi’ti malan phulDan lai,
ka’nani pachheDi leti gai
ka’nani pachheDiye nawalkhi bhat,
ka’no oDhe di ne raat
oshike meline ka’na pangte jue,
pachheDi wina ka’na dhruske rue
teDawo malan bolawo bol,
ten kem dubhya shri ranchhoD!



હાલરડામાં પ્રત્યેક કડીને છેડે ‘ઓળોળોળો હાલ્ય...હાલાં’ બોલવાનું હોય છે. (છાપતી વખતે એ રાખ્યું નથી.)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959