olya nitubhi bare - Lokgeeto | RekhtaGujarati

ઓલ્યા નીતુભઈ બારે

olya nitubhi bare

ઓલ્યા નીતુભઈ બારે

ઓલ્યા નીતુભઈ બારે કુંવારા હો મારુજી

ક્યારા માયલો કેવડો.

ઈમને કૂતરી હારે પરણાવો હો મારુજી

ક્યારા માયલો કેવડો.

એને કેમ કરી છેડાછેડી બાંધે હો મારુજી

ક્યારા માયલો કેવડો.

ઓલ્યા નીતુભઈની મૂછડી ને કૂતરીની પૂંછડી

એમ કરી છેડાછેડી બાંધો હો મારુજી

ક્યારા માયલો કેવડો.

કેમ કરી હાથેવાળો મેળવે હો મારુજી

ક્યારા માયલો કેવડો.

નીતુભઈનો હાથડો ને કૂતી બાઈનો પગડો,

એમ કરી હાથેવાળો મેળવો હો મારુજી

ક્યારા માયલો કેવડો.

કેમ કરી બોલડા બોલે હો મારુજી!

કૂતીબાઈ ભસિયાં ને નીતુભઈ હસિયા હો મારુજી

ક્યારા માયલો કેવડો......

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959