mari waDaman gal wawiyo - Lokgeeto | RekhtaGujarati

મારી વાડામાં ગલ વાવિયો

mari waDaman gal wawiyo

મારી વાડામાં ગલ વાવિયો

મારી વાડામાં ગલ વાવિયો ફૂલમની દોરી

ફાલ્યો લચકા લોળ રે લ્યોને રામ લ્યોને દોરી.

ખોળા વળીને ફૂલ વીણતી રે ફૂલમની દોરી

હાથડા રાતાચોળ રે લ્યોને રામ લ્યોને દોરી.

સોના ઈંઢોણી રૂપા બેડલું રે સોનાની દોરી

નીકળ્યા ડેલી હેઠ રે લ્યોને રામ લ્યોને દોરી.

ગામના પટેલિયે પૂછિયું ફૂલમની દોરી

દીકરી છો કે વહુ રે લ્યોને રામ લ્યોને દોરી.

‘પરા’ની દીકરી ફૂલમની દોરી

ઓલ્યા પરાની વહુ રે લ્યોને રામ લ્યોને દોરી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959