મારે માંડવે રે હીરના દોર
mare manDwe re hirna dor
મારે માંડવે રે હીરના દોર, શીરના દોર
ઘૂઘરિયાળાં ગોદડાં.
મારે માંડવે રે અમરસંગ ચોર
ગોદડાં ચોરી ગયા.
મારાં બે’નીબા રે ઊંધું લઈ બુધું લઈ ફરી વળ્યાં.
મારીશ મારી સકર્ણી નાર
ચારીશ રે તારા બાપનાં ઢોર
હવે નહિ ચોરું ગોદડાં.
ઉડાડીશ રે લીલી વાડીના મોર
હવે નહિ ચોરું ગોદડાં.
મારે માંડવે રે હીરના દોર, શીરના દોર
ઘૂઘરિયાળાં ગોદડાં..............
mare manDwe re hirna dor, shirna dor
ghughariyalan godDan
mare manDwe re amarsang chor
godDan chori gaya
maran be’niba re undhun lai budhun lai phari walyan
marish mari sakarni nar
charish re tara bapnan Dhor
hwe nahi chorun godDan
uDaDish re lili waDina mor
hwe nahi chorun godDan
mare manDwe re hirna dor, shirna dor
ghughariyalan godDan
mare manDwe re hirna dor, shirna dor
ghughariyalan godDan
mare manDwe re amarsang chor
godDan chori gaya
maran be’niba re undhun lai budhun lai phari walyan
marish mari sakarni nar
charish re tara bapnan Dhor
hwe nahi chorun godDan
uDaDish re lili waDina mor
hwe nahi chorun godDan
mare manDwe re hirna dor, shirna dor
ghughariyalan godDan



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959