mara waDaman arni re - Lokgeeto | RekhtaGujarati

મારા વાડામાં અરણી રે

mara waDaman arni re

મારા વાડામાં અરણી રે

મારા વાડામાં અરણી રે તલબેલા લ્યો.

બચુભઈને અઘરણી રે તલબેલા લ્યો.

તો વાડામાં વીંહાણા રે તલબેલા લ્યો.

બાર બચ્યાં આવ્યાં તલબેલા લ્યો.

ત્રણ વાસે નાહ્યા તલબેલા લ્યો.

સઅડક સાડી પહેરી તલબેલા લ્યો.

ઘમ્મર ઘાઘરો પહેર્યો તલબેલા લ્યો.

ટચરક ટીલડી ચોડી તલબેલા લ્યો.

મસરક મોજડી પહેરી તલબેલા લ્યો.

દેવલા પૂજવા હાલ્યા તલબેલા લ્યો.

પૂજતા પૂજતા પાદ્યા તલબેલા લ્યો.

ભરરર્ દેવલા ભાગ્યા તલબેલા લ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959