manDwo kiche wire - Lokgeeto | RekhtaGujarati

માંડવો કીચે વીરે

manDwo kiche wire

માંડવો કીચે વીરે

માંડવો કીચે વીરે રોપેલો માંડવો અચ્છો રે સોભેતો

માંડવો ગલાલ વીરે રોપેલો માંડવો અચ્છો રે સોભેતો

માંડવે કુણ જાત ઊભેલાં માંડવો નહિ રે સોભેતો

માંડવે ક્યો વેવાઈ ઊભેલો માંડવો અચ્છો રે સોભેતો

માંડવે રાંમજી વેવાઈ ઊભેલો માંડવો અચ્છો રે સોભેતો

માંડવે રતનકુંવર ઊભેલાં માંડવો અચ્છો રે સોભેતો

માંડવે કંઈની વેવાણ ઊભેલી માંડવો નહિ રે સોભેતો

માંડવે ધૂળી વેવાણ ઊભેલાં માંડવો અચ્છો રે સોભેતો

માંડવે અંબા બુન ઊભેલાં માંડવો અચ્છો રે સોભેતો

માંડવે વર કન્યા પરણેલાં માંડવો અચ્છો રે સોભેતો

માંડવે વેવાઈ વેવાણ ઊભેલાં માંડવો નહિ રે સોભેતો

માંડવે તે આંબા પાંન બાંધેલાં માંડવો અચ્છો રે સોભેતો

રસપ્રદ તથ્યો

(માંડવામાં વેવાઈ પક્ષ તથા બીજાં ઊભાં હોય ત્યારે બૈરાં ગાય છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959