Dosini suwawaD aawi - Lokgeeto | RekhtaGujarati

ડોસીની સુવાવડ આવી

Dosini suwawaD aawi

ડોસીની સુવાવડ આવી

ડોસીની સુવાવડ આવી, ડોસો લાવ્યો સૂંઠ,

ડોસીને તો ભાવે નહિ ને ડોસો મરડે મૂછ,

વહાલા સાંભળો રે મારી ચૂંદડીના ચોર.

ડોસીની સુવાવડ આવી, ડોસો લાવ્યો કોપરાં,

ડોસીથી તો ચવાય નહિ ને ખાય છૈયાં-છોકરાં,

વહાલા સાંભળો રે મારી ચૂંદડીના ચોર.

ડોસીની સુવાવડ આવી, ડોસો લાવ્યો ખજૂર,

ડોસીને તો ભાવે નહિ ને લઈ ગયા મજૂર.

વહાલા સાંભળો રે મારી ચૂંદડીના ચોર.

નાનું સરખું ગધેડું ને તેનું લંબું પૂછ,

વગર વાંકે બૈરીને મારે તેની વાઢો મૂછ,

વહાલા સાંભળો રે મારી ચૂંદડીના ચોર.

નાનો સરખો રેંટિયો ને લાંબી તેની ત્રાક,

બાયલો હોય તે બાયડીને મારે, તેનું વાઢો નાક,

વહાલા સાંભલો રે મારી ચૂંદડીના ચોર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959