ભાઈ મારા ભાઈ
bhai mara bhai
છેલ મારા મૈયરનો પાળેલો પોપટડો
મારા ભાઈનો પાળેલો પોપટડો,
મારી ભાભીની મેલેલી ઝૂલ –
ભાઈ મારો ભાઈ – છેલ.
મારા ગામના સુથારીને વીનવું,
મારી માંડવડી ઘડી વાલ.
ભાઈ મારો ભાઈ – છેલ.
મારા ગામના લવારીને વીનવું,
મારી માંડવડી જડી લાવ.
ભાઈ મારો ભાઈ – છેલ.
મારા ગામના કુંભારીને વીનવું,
મારે ગરબે પયણાયાં લાવ.
ભાઈ મારો ભાઈ – છેલ.
મારા ગામના પીંજારીને વીનવું,
મારા ગરબે દિવેટો લાવ.
ભાઈ મારો ભાઈ – છેલ.
મારા ગામના ઘાંચીડાને વીનવું,
મારા ગરબે તેલડાં પૂરી લાવ.
ભાઈ મારો ભાઈ – છેલ.
મારા ગામના પટવારીને વીનવું,
મારી માંડવડી શણગારી લાવ.
ભાઈ મારો ભાઈ – છેલ.
મારા ગામની વહુવારુને વીનવું,
મારી માંડવડી ગવડાવી લાવ.
ભાઈ મારો ભાઈ – છેલ.
મારા ગામનાં ધૈડિયાંને વીનવું,
મારી માંડવડી વખાણી આપો,
ભાઈ મારો ભાઈ – છેલ.
મારા ગામના મોટિયાડાને વીનવું,
મારી માંડવડી વળાવી આપ.
ભાઈ મારો ભાઈ – છેલ.
chhel mara maiyarno palelo popatDo
mara bhaino palelo popatDo,
mari bhabhini meleli jhool –
bhai maro bhai – chhel
mara gamna sutharine winawun,
mari manDawDi ghaDi wal
bhai maro bhai – chhel
mara gamna lawarine winawun,
mari manDawDi jaDi law
bhai maro bhai – chhel
mara gamna kumbharine winawun,
mare garbe paynayan law
bhai maro bhai – chhel
mara gamna pinjarine winawun,
mara garbe diweto law
bhai maro bhai – chhel
mara gamna ghanchiDane winawun,
mara garbe telDan puri law
bhai maro bhai – chhel
mara gamna patwarine winawun,
mari manDawDi shangari law
bhai maro bhai – chhel
mara gamni wahuwarune winawun,
mari manDawDi gawDawi law
bhai maro bhai – chhel
mara gamnan dhaiDiyanne winawun,
mari manDawDi wakhani aapo,
bhai maro bhai – chhel
mara gamna motiyaDane winawun,
mari manDawDi walawi aap
bhai maro bhai – chhel
chhel mara maiyarno palelo popatDo
mara bhaino palelo popatDo,
mari bhabhini meleli jhool –
bhai maro bhai – chhel
mara gamna sutharine winawun,
mari manDawDi ghaDi wal
bhai maro bhai – chhel
mara gamna lawarine winawun,
mari manDawDi jaDi law
bhai maro bhai – chhel
mara gamna kumbharine winawun,
mare garbe paynayan law
bhai maro bhai – chhel
mara gamna pinjarine winawun,
mara garbe diweto law
bhai maro bhai – chhel
mara gamna ghanchiDane winawun,
mara garbe telDan puri law
bhai maro bhai – chhel
mara gamna patwarine winawun,
mari manDawDi shangari law
bhai maro bhai – chhel
mara gamni wahuwarune winawun,
mari manDawDi gawDawi law
bhai maro bhai – chhel
mara gamnan dhaiDiyanne winawun,
mari manDawDi wakhani aapo,
bhai maro bhai – chhel
mara gamna motiyaDane winawun,
mari manDawDi walawi aap
bhai maro bhai – chhel



(આ ગીત મોચીની વાડીની રાવળ સમુદાયની બહેનોએ આપ્યું છે.)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959