akaru te shaherman - Lokgeeto | RekhtaGujarati

આકરુ તે શહેરમાં

akaru te shaherman

આકરુ તે શહેરમાં

આકરુ તે શહેરમાં દીપડો વીરા

દીપડો કરે રંજાડ રે દાનુભાઈ

દાતણ કરતા ઊઠિયા વીરો (2)

પોતાનાં હથિયાર હાથ રે દાનુભાઈ.

કિયો રીતવાડ છે ભાઈને રે (2)

લીધી જોટાળી બંદૂક રે દાનુભાઈ

ચાર દીસે, ચાર ચોકિયું રે વીરા

વચમાં દીપડલાને હેર્યો રે દાનુભાઈ

નભોઈ જોવા ઊમટી વીરા (2)

ઊમટ્યાં છે આકરુના લોક રે

બેની રૂપાળીબાએ પૂછિયું વીરા, (2)

કેટલા ઘાએ ઘવડાવિયો દીપડાને

પહેલે ઘાએ ઘવડાવિયો બે’ની

બીજા ઘાએ કર્યો ઠાર રે બે’નીબા,

ઘોડાગાડિયું જોડાવિયું વીરાને (2)

ઘોડાની ઘૂમટે પધાર્યા વીરાજી,

વસ્તી વધાવે ચોખલરે’ વીરા (2)

વીરાને વધાવો સાચે મોતીએ બે’નીબા

ધન્ય છે, માની કૂખને વીરા

દીપડો મારી ઘેર આવ્યા દાનુભાઈ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959