તિથિનો ગરબો
tithino garbo
પડવાની પર પ્રીત ગતમત ભૂલી રે,
મારા હરિ વિના એક વાત સરવે સૂની રે.
બીજે બાળેવેશ રહી છું બાળી રે,
આ ઘરમાં કેમ રહેવાય વાગે તાળી રે.
ત્રીજે ત્રિભુવનરાય મંદિર પધારો રે,
હરિ આવો ને આપણે ઘેર હેત વધારો રે.
ચોથે ચંચળ નાર ચતુરા ચાલે રે,
પેલો ડાકોર કેરો વૈદ દુ:ખડાં ટાળે રે.
પાંચમે પડદા હેઠ હરિ શું રાખ્યાં રે,
મારે પ્રેમરસ પીવા કાજ હરિરસ ચાખ્યા રે.
છઠ્ઠીના લખિયા લેખ તે કેમ ટળશે રે,
મારા પેલા જનમની પ્રીત આવી મળશે રે.
સાતમના સંતાપ હરિ શું અમને રે,
આ શું કહીએ મા’રાજ લાજ ન તમને રે.
આઠમે ઓચ્છવ થાય હરિ હોય હેલી રે,
મારે સોળશેં ગોપીઓનો સાથ રમવા ઘેલી રે.
નવમે નમણા નાથ નમેરા ન થઈએ રે,
આ ગોકુળ મેલી મા’રાજ મથુરા ન જઈએ રે.
દશમે દિનરાત દલ મારું દાઝે રે,
ઘેર નાવલિયો રિસાય તે કેમ છાજે રે.
એકાદશીનું વ્રત આજ મારે કરવું રે,
શ્રી જમુનાજીમાં સ્નાન કરી મારે તરવું રે.
દ્વાદશી કેરે દન દર્શન દેજો રે,
મારા શામળિયા ભગવાન સનમુખે રે’જો રે,
તેરસના તો કંઠ અમારા તૂટ્યા રે,
આ હરિ હરિ કરતાં હોઠ અમારા સૂક્યા રે.
ચૌદશે ચતુર નર તમે શું ચાલ્યા રે,
ઘેર રાધા સરખી નાર શું રિસાયા રે.
પૂનમે પંદર તિથિ પૂરી થઈ કહાવું રે,
તમે આવો ને દીનદયાળ ફૂલે વધાવું રે.
paDwani par preet gatmat bhuli re,
mara hari wina ek wat sarwe suni re
bije balewesh rahi chhun bali re,
a gharman kem raheway wage tali re
trije tribhuwanray mandir padharo re,
hari aawo ne aapne gher het wadharo re
chothe chanchal nar chatura chale re,
pelo Dakor kero waid duhakhDan tale re
panchme paDda heth hari shun rakhyan re,
mare premaras piwa kaj hariras chakhya re
chhaththina lakhiya lekh te kem talshe re,
mara pela janamni preet aawi malshe re
satamna santap hari shun amne re,
a shun kahiye ma’raj laj na tamne re
athme ochchhaw thay hari hoy heli re,
mare solshen gopiono sath ramwa gheli re
nawme namna nath namera na thaiye re,
a gokul meli ma’raj mathura na jaiye re
dashme dinrat dal marun dajhe re,
gher nawaliyo risay te kem chhaje re
ekadshinun wart aaj mare karawun re,
shri jamunajiman snan kari mare tarawun re
dwadshi kere dan darshan dejo re,
mara shamaliya bhagwan sanamukhe re’jo re,
terasna to kanth amara tutya re,
a hari hari kartan hoth amara sukya re
chaudshe chatur nar tame shun chalya re,
gher radha sarkhi nar shun risaya re
punme pandar tithi puri thai kahawun re,
tame aawo ne dinadyal phule wadhawun re
paDwani par preet gatmat bhuli re,
mara hari wina ek wat sarwe suni re
bije balewesh rahi chhun bali re,
a gharman kem raheway wage tali re
trije tribhuwanray mandir padharo re,
hari aawo ne aapne gher het wadharo re
chothe chanchal nar chatura chale re,
pelo Dakor kero waid duhakhDan tale re
panchme paDda heth hari shun rakhyan re,
mare premaras piwa kaj hariras chakhya re
chhaththina lakhiya lekh te kem talshe re,
mara pela janamni preet aawi malshe re
satamna santap hari shun amne re,
a shun kahiye ma’raj laj na tamne re
athme ochchhaw thay hari hoy heli re,
mare solshen gopiono sath ramwa gheli re
nawme namna nath namera na thaiye re,
a gokul meli ma’raj mathura na jaiye re
dashme dinrat dal marun dajhe re,
gher nawaliyo risay te kem chhaje re
ekadshinun wart aaj mare karawun re,
shri jamunajiman snan kari mare tarawun re
dwadshi kere dan darshan dejo re,
mara shamaliya bhagwan sanamukhe re’jo re,
terasna to kanth amara tutya re,
a hari hari kartan hoth amara sukya re
chaudshe chatur nar tame shun chalya re,
gher radha sarkhi nar shun risaya re
punme pandar tithi puri thai kahawun re,
tame aawo ne dinadyal phule wadhawun re



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 328)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957