sat war - Lokgeeto | RekhtaGujarati

સાત વાર

sat war

સાત વાર

સૂરજ હું તને પૂજતી, કરતી આદિતવાર,

ઘડી એક મોડો ઊગજે, મારો પિયુડો ચાલણહાર.

સોમ શંભુની સેવા કીજે, સ્ત્રી કહે સુણ રાય,

પુત્ર આપે પરિવારમાં, વધારે માન રાજદ્વાર.

મંગળ જાતે જોને નક્ષત્રો, સજ્યા શાને તમે વેશ,

ટળવળે છે છોરુ ઘણાં, તને એક સૂઝે દેશ.

બુધે દઉં ચાલવા, ચાલતાં દેશો નામ,

અવજોગ મારા સાહ્યબા, તારું એક સીઝે કામ.

ગુરુ રાત દિસે રળિયામણી, પીર પરકંબા પાસ,

પ્રશ્ન તો બાંધી ચાલીએ, તો આગે પામીએ આશ.

શુક્રવાર પીરાં તણો, તેની ઘણી કીજે સેવ,

તોરા આપે, લાભ વધારે માન હો રાજ્યવિષેય.

શનિવાર તે જાતનો સીલો, સ્થિર લગ્ને ચાલે કોય,

સગુણ સમઝો સા’યબા, ચતુર દેખી વિમાસી હોય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 325)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા. સુધા રમણલાલ દેસાઇ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957