sasariyun - Lokgeeto | RekhtaGujarati

સાસરિયું

sasariyun

સાસરિયું

મોતી વેરાયાં ચોકમાં રે લોલ.

નણદલ અમારી ચકલી રે લોલ.

ઊડી ઊડી પર ઘેર જાય જો,

મોતી વેરાયાં ચોકમાં રે લોલ.

હાં સસરો અમારો દેવ છે રે લોલ.

સાસુડી કાળો નાગ જો....મોતી.

હાં જેઠે અમારો દેવ છે રે લોલ.

જેઠાણી ભૂરી ભેંસ જો....મોતી.

હાં દિયર અમારો દડે રમે રે લોલ.

દેરાણી નાનું બાળ જો....મોતી.

હાં નણદોઈ અમારો વાંદરો રે લોલ,

ખાય વાડીનાં વનફળ જો....મોતી.

હાં કાચાં ને પાકાં ખાય ગયો રે લોલ.

કાચાંનો વાળ્યો ઢગ જો....મોતી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957