gujalDi - Lokgeeto | RekhtaGujarati

ગુજલડી

gujalDi

ગુજલડી

હાં હાં રે, ધુબાકો નાસ્યો રે ગુજલડી;

હાં હાં રે, અમે અમર બજારે જ્યાં’તાં રે ગુજલડી.

ઓલ્યા સામા ડોશીડાના હાટ રે ગુજલડી.

ઓલ્યા ડોશીડાના હાટમાં શું રે ગુજલડી?

ઓલ્યા ડોશીડાના હાટમાં ચૂંદડી રે ગુજલડી.

અમે ઓરી ઓરી ચૂંદડીની બે જોડ રે ગુજલડી.

હાં હાં રે, ધુબાકો નાસ્યો રે ગુજલડી

હાં હાં રે, અમે અમર બજારે જ્યાં’તાં રે ગુજલડી.

ઓલ્યા સામા સોનીડા હાટ રે ગુજલડી.

ઓલ્યા સોનીડાના હાટમાં શું રે ગુજલડી?

ઓલ્યા સોનીડાના હાટમાં હાંહલડી રે ગુજલડી.

મારા હાંહલડીએ મન મો’યાં રે ગુજલડી,

અમે ઓરી ઓરી હાંહલડીની જોડ રે ગુજલડી.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના કુંવાર ગામની બહેનો પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 167)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968