goye goye kansaran re wage - Lokgeeto | RekhtaGujarati

ગોયે ગોયે કંસારાં રે વાગે

goye goye kansaran re wage

ગોયે ગોયે કંસારાં રે વાગે

ગોયે ગોયે કંસારાં રે વાગે, કંસારાં વાગે ને ગાંધીડો જાગે;

ગાંધીડો જાગે ને પૂજાપા લાવે, પૂજાપા લાવે ને ગોરોને પૂજીએ.

આટલી ને પૂજારીમાં કીયાં બા વાલેરાં? આટલી પૂજારીમાં બાકુબા વારેલાં.

વાલેરાં થઈ થઈ ને શું શું રે માગે! ચોટલીઆળો વીરો રે માગે.

બે ભાગિયા બે ભાભી રે માગે, રેવાને એક ઝૂંપડી રે માગે.

ખાવાને જાર-બાજરો માગે, દોવાને એક ઝોટડી માગે.

ઘાટડિયાળાં બેનીજી માગે, વાંકા અંબોડે નણંદજી માગે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966