jhen wage chhe - Lokgeeto | RekhtaGujarati

ઝેણ વાગે છે

jhen wage chhe

ઝેણ વાગે છે

ઝેણ વાગે ઝેણ ઝટુકડી,

મેહુલા વરસે મેઘ; ઝેણ વાગે છે.

ફલાણા વેવઈ તારી ગોરડી,

ગઈ ગોવાળિયા સાથ; ઝેણ વાગે છે.

ફલાણા ભાઈ જોવા નીકળ્યા,

ફલાણાભાઈ લીધા સાથ; ઝેણ વાગે છે.

ભાઈ રે ગોવાળિયા વિનવું,

તેં દીઠી, મારી નાર? ઝેણ વાગે છે.

કેસી તમારી ગોરડી?

કેસડાં છે એંધાણ1? ઝેણ વાગે છે.

પગમાં જોડો ચીચાટિયો,

હાથમાં છે રૂમાલ; ઝેણ વાગે છે.

મુખ પાન ચાવતી,

એનાં અંબોડે એંધાણ; ઝેણ વાગે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (આ ગીત શ્રી અને શ્રીમતી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ જોશી પાસેથી મળેલ.)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968