gorino paino wa’no kamawa jay jo - Lokgeeto | RekhtaGujarati

ગોરીનો પઈણો વા’ણો કમાવા જાય જો

gorino paino wa’no kamawa jay jo

ગોરીનો પઈણો વા’ણો કમાવા જાય જો

ગોરીનો પઈણો વા’ણો કમાવા જાય જો,

વા’ણેથી લાવ્યો રે ખારેક ટોપરાં રે;

ખારેક ખાય તો ખટકે ગોરીના દાંત જો,

ટોપરલાં ચાવે તો ગોરીને કૂચા વળે રે.

લવીંગ ખાય તો લરકે ગોરીની જીભ જો,

એલચી આવે તો ગોરીને અમી વળે રે.

ગોરીનો પૈણો વા’ણે કમાવા જાય જો,

વા’ણેથી લાવે રે રંગીન ઘોડિયાં રે;

ઘોડિયાં જોઈને ગોરીએ મોં મચકોડયાં જો,

પૈણાજી, છોરુડાં વના ઘોડિયે કોણ સુવે રે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966