gori gagarDiman soparino katko - Lokgeeto | RekhtaGujarati

ગોરી ગાગરડીમાં સોપારીનો કટકો

gori gagarDiman soparino katko

ગોરી ગાગરડીમાં સોપારીનો કટકો

ગોરી ગાગરડીમાં સોપારીનો કટકો.

પારકે માંડવે અનુરાધા આવડો શો લટકો.

વિવા વિતશે કાઢી મૂકશે,

પછી ચડશે ચટકો.

ધીમે ધીમે ચાલો,

તમારા ઘાઘરાને આવશે ઝડકો.

ખંભાતમાં દરજી નથી,

કોણ ભરશે ઝડકો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964