gondi shi rain - Lokgeeto | RekhtaGujarati

ગોંદી શી રૈણ

gondi shi rain

ગોંદી શી રૈણ

ગોંદી શી રૈણ તારાં રૈણાં શેલ લૂંજા

ગોંદી શી રૈણ તારાં રૈણાં રે લોલ.

કાચાં ખાદાં તે તૂરા લાગે શેલ લૂંજા

કાંચાં ખાદાં તે તૂરાં લાગે રે લોલ.

પાકા ખાદાં તે ગળ્યાં લાગે શેલ લૂંજા,

પાકાં ખાદાં તે ગળ્યાં લાગે રે લોલ.

પાકાં ખાતે તે માયા લાગી શેલ લૂંજા,

પાકા ખાતે તે માયા લાગી રે લોલ.

જતાં રેવાનાં દલ થીઆં શેલ લૂંજા,

જતાં રેવાનાં દલ થીઆં રે લોલ.

જતાં રેહું તો હું ખાહું શેલ લૂંજા,

જતાં રેહું તો હું ખાહું રે લોલ.

સેંદડી સાળના સોખા લેહું શેલ લૂંજા,

સેંદડી સાળના સોખા લેહું રે લોલ.

ભુરી ભેંશોનાં જીયાં લેહું શેલ લૂંજા,

ભુરી ભેંશોનાં જીયાં લેહું રે લોલ.

દને જહું તો દનિયા દેખે શેલ લૂંજા,

દને જહું તો દનિયા દેખે રે લોલ.

પીળી પરબાતે ટીકાં શેલ લૂંજા,

પીળા પરબાતે ટીકાં રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959