wa wayane wadal umatyan - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વા વાયાને વાદળ ઉમટ્યાં

wa wayane wadal umatyan

વા વાયાને વાદળ ઉમટ્યાં

વા’ વાયાને વાદળ ઉમટ્યાં,

ગોકુળમાં ટહૂક્યાં મોર,

મળવા આવો સુંદરવર શામળિયાo

તમે મળવા તે ના’વો શા માટે?

તમે છો રે સદાયના ચોર,

મળવા આવો સુંદરવર શામળિયાo

તમે કાળી તે કામળી ઓઢંતા,

તમે ભરવાડના ભાણેજ,

મળવા આવો સુંદરવર શામળિયાo

તમે ટાઢો તે ઠુંમરો આરોગતાં,

તમે અસલ ગોવાળની જાત,

મળવા આવો સુંદરવર શામળિયા.

(કંઠસ્થઃ જેઠાભાઈ ચૌહાણ, ગામઃ લાખાવાડ)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 225)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ