ગોકુળ ગામ સોહામણું
gokul gam sohamanun
ગોકુળ ગામ સોહામણું રે, જાવું જમનાને તીર,
ગિરધર ચારે ગાવડી, હાં રે ભેળાં બળભદર વીર;
ગોકુળ ગામ સોહામણું રે.
ગોકુળ ગામની ગોવાલણી રે, મહી વેચવાને જાય,
આડા કાનુડે ઓડા નાખીઆ, હાં રે રોકી વૃજ કેરી નાર્ય;
ગોકુળ ગામ સોહામણું રે.
નાકે તી ચુની શોભતી રે, ચુની લાલ ગુલાલ,
વેઢ વીંટી ને હાથે પોંચિયું, હાં રે વેણે વાંસંગી નાગ;
ગોકુળ ગામ સોહામણું રે .
મેલો કાનુડા, મારો છેડલો રે, હવે ઘણી થઈ ગઈ વાર,
ઘેર જાશું ને સાસુ ખીજશે, હાં રે ઓલી નણદી દેશે ગાળ;
ગોકુળ ગામ સોહામણું રે.
ચાર સાહેલી મળી સામટી રે, લાગી કાનુડાને પાય,
તમે રે જીત્યા ને અમે હારિયાં, હાં રે જાવા દિયો જદુરાય;
ગોકુળ ગામ સોહામણું રે.
gokul gam sohamanun re, jawun jamnane teer,
girdhar chare gawDi, han re bhelan balabhdar weer;
gokul gam sohamanun re
gokul gamni gowalni re, mahi wechwane jay,
aDa kanuDe oDa nakhia, han re roki wrij keri narya;
gokul gam sohamanun re
nake ti chuni shobhti re, chuni lal gulal,
weDh winti ne hathe ponchiyun, han re wene wansangi nag;
gokul gam sohamanun re
melo kanuDa, maro chheDlo re, hwe ghani thai gai war,
gher jashun ne sasu khijshe, han re oli nandi deshe gal;
gokul gam sohamanun re
chaar saheli mali samti re, lagi kanuDane pay,
tame re jitya ne ame hariyan, han re jawa diyo jaduray;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 241)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968