shun kaiye? - Lokgeeto | RekhtaGujarati

શું કઈએ?

shun kaiye?

શું કઈએ?

કા’ન, વારે વારે શું કઈએ રે?

એક સાનમાં સમજી લઈએ; મારગડો મેલોને કા’ન.

મારા સસરા તે દૂધ સાકર પાણી રે,

મારા સાસુની અમૃત વાણી; મારગડો મેલોને કા’ન.

કા’ન, વારે વારે શું કઈએ રે?

એક સાનમાં સમજી લઈએ, મારગડો મેલોને કા’ન.

મારા જેઠ તે હાથીદાંત ચૂડો રે,

મારાં જેઠાણી ચૂડલીની ચીપ; મારગડો મેલોને કા’ન.

મારી નણંદ તે સોય કેરી અણી રે,

વાત પૂછ્યાની એને હોંશ ઘણી; મારગડો મેલોને કા’ન.

મારા દિયર છે ડેલીના દીવાન રે,

મારી દેરાણી અમ થકી જોડ; મારગડો મેલોને કા’ન.

કા’ન, વારે વારે શું કઈએ રે?

એક સાનમાં સમજી લઈએ; મારગડો મેલોને કા’ન.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 212)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચનગૌરી પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968