morlo - Lokgeeto | RekhtaGujarati

મોરલો

morlo

મોરલો

શીવબાણ લઈને અર્જુન ચાલ્યા,

સામો મળ્યો એક મોરલો જી રે.

કાં રે તું મોરલા, નુગરા ને સુગરા,

સાચાં વચન કે’તો જાજે જી રે.

ઓલ્યા તે ભવમાં હતો હું વાણિયો,

દોઢા બમણાં લેતો જી રે.

એનાં તે પાપ મને લાગ્યાં હો અર્જુન,

ભવે સરજ્યો મોરલો જી રે.

શીવબાણ લઈને અર્જુન ચાલ્યા,

સામી મળી એક મીંદડી જી રે.

કાં રે તું મીંદડી નુગરી ને સુગરી,

સાચાં વચન કે’તી જાજે જી રે.

ઓલ્યા તે ભવમાં હતી હું ભરવાડી,

દૂધમાં પાણી ભેળતી જી રે.

એનાં તે પાપ મને લાગ્યાં હો અર્જુન,

ભવ સરજી માંદડી જી રે.

શીવબાણ લઈને અર્જુન ચાલ્યા,

સામે મળ્યો એક મોરલો જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 212)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચનગૌરી પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968