gherthi jaan nikle tyare - Lokgeeto | RekhtaGujarati

ઘેરથી જાન નીકળે ત્યારે

gherthi jaan nikle tyare

ઘેરથી જાન નીકળે ત્યારે

મોગે મોગે મોગરિયો બે’ની થાલી જવાળું ફૂલ

બે’ની થાળી જવાળું ફૂલ

થાળી જવાળું ફૂલ બે’ની હાથમાં ફૂલ રાખ

બે’ની હાથમાં ફૂલ રાખ

હાથમાં ફૂલ રાખ બે’ની બાપાનું મન રાખ

બે’ની બાપાનું મન રાખ....મોગે.

થાળી જવાળું ફૂલ બે’ની ગજવામાં ફૂલ રાખ

બે’ની ગજવામાં ફૂલ રાખ

ગજવામાં ફૂલ રાખ બે’ની માડીનું મન રાખ

બેની ગજવામાં ફૂલ રાખ....મોગે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959