sukhi raho ne bandho gher - Lokgeeto | RekhtaGujarati

સુખી રહો ને બાંધો ઘેર

sukhi raho ne bandho gher

સુખી રહો ને બાંધો ઘેર

સુખી રહો ને બાંધો ઘેર, નળિએ નળિયે છાયાં ગેર,

મને દિયો રે ભરવા લોટી, મારા ખેતરમાં ચાર પંજેટી.

પંજેટી પર ચાર ચૂડા, ઘર-ધણીઆણીના અખંડ ચૂડા,

રહો સુખી ને બાંધે ઘેર, નરા સમા તો આવશું પોર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966