ghanan ghanan gokal - Lokgeeto | RekhtaGujarati

ઘણાં ઘણાં ગોકળ

ghanan ghanan gokal

ઘણાં ઘણાં ગોકળ

ઘણાં ઘણાં ગોકળ વ્રજની નાર

કે મહીડા વેચવા ગઈ રે લોલ.

એક માતા જશોદાનો કાન મારગ રોકી ઊભો રે લોલ!

ફોડ્યાં છે મહીડાના માટ ગોરસ ઢોળીયા રે લોલ!

હાલો બાઈ હાલો જશોદાના ઘરે જઈને માને કહીએ,

માતા તમારો રે કાન બહુ છે લાડકો રે લોલ!

વાલો મારો કાન ધેન ચારી આવીયો રે લોલ!

માતાએ માંડી છે વઢવેડ રે લોલ!

માતા સૂણો અમારી વાત રે એક કરૂં વિનંતી રે લોલ!

એક અમારો ઝાલ્યો છે અમારો હાથ,

બીજીએ ઝાલી વાંસળી,

ત્રીજીએ બાંધ્યા છે હાથ,

ચોથીએ ઝાલી છે ચોટલી,

પાંચમીએ ફોડ્યાં છે,

મૈહીડાના માટ કે ગોરસ ઢોળીયા રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964