ghamke ghughar we’la - Lokgeeto | RekhtaGujarati

ઘમકે ઘુઘર વે’લ

ghamke ghughar we’la

ઘમકે ઘુઘર વે’લ

ઘર પછવાડે ધમકે ઘુઘર વે’લ રે, નાનો તે દેરીડો આણે આવિયા.

આવી કીધી દાદાને સલામ રે, અમને તો નાખી રે છાનાં કાંકરી.

દાદા મોરા, વેલડિયું શણગારો મા, આજુને આણે રે નહિ જાઉં સાસરે.

ઘર પછવાડે ધમકે ઘુઘર વે’લ રે, નાનો તે દેરીડો આણે આવિયા.

આવી કીધી કાકાને સલામ રે, અમને તે નાખી રે છાનાં કાંકરી.

કાકા મોરા, વેલડિયું શણગારો મા, આજુને આણે રે નહિ જાઉં સાસરે.

ઘર પછવાડે ધમકે ઘુઘર વે’લ રે, નાનો તે દેરીડો આણે આવિયા.

આવી કીધી વીરાને સલામ રે, અમને તે નાખી રે છાનાં કાંકરી.

વીરા મોરા વેલડિયું શણગારો મા, આજુને આણે રે નહિ જું સાસરે.

ઘર પછવાડે ધમકે ઘુઘર વેલ રે, નાનો તે દેરીડો આણે આવિયા.

આવી કીધી મામાને સલામ રે, અમને તે નાખી રે છાનાં કાંકરી.

મામા મોરા, વેલડિયું શણગારો મા, આજુને આણે રે નહિ જાઉં સાસરે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968