ghaDo chaDhawyne ho girdhari - Lokgeeto | RekhtaGujarati

ઘડો ચઢાવ્યને હો ગિરધારી

ghaDo chaDhawyne ho girdhari

ઘડો ચઢાવ્યને હો ગિરધારી

ઘડો ચઢાવ્યને હો ગિરધારી.

ઘેર વાટ્યું જોવે માત મોરી,

ઘડુલિયો ચડાવ્યને હો ગિરધારી!

ઘડો ચઢાવ્યને હો ગિરધારી!

તારા માથે મેવાડી મોળિયાં, તારી ચોટીમાં પાકાં તેલ,

ઘડુલિયો ચડાવ્યને હો ગિરધારી!

ઘડો ચડાવ્યને હો ગિરધારી!

તારા અંગે કેશરિયા જામલાં, તારી દસે આંગળિયે વેઢ;

ઘડુલિયો ચઢાવ્યને હો ગિરધારી!

ઘડો ચડાવ્યને હો ગિરધારી!

તારી કેડયે કટારી વાંકડી, તારી કેસર વરણી દેર;

ઘડુલિયો ચડાવ્યને હો ગિરધારી!

ઘડો ચડાવ્ય ને હો ગિરધારી!

તારા પાયે રાઠોડી મોજડી, તું ચાલે ચમકતી ચાલ;

ઘડુલિયો ચડાવ્યને હો ગિરધારી!

ઘડો ચડાવ્યને હો ગિરધારી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966