gorma, ganpat lagun pay - Lokgeeto | RekhtaGujarati

ગોરમા, ગણપત લાગું પાય

gorma, ganpat lagun pay

ગોરમા, ગણપત લાગું પાય

ગોરમા, ગણપત લાગું પાય, સમરું શારદા રે લોલ.

ગોરમા, બાપે જોયાં ધન, કે માયે જોયાં ઘરણાં રે લોલ.

ગોરમા, નગર શે’રની માટલી, કે મારે મન કાચલાં રે લોલ.

ગોરમા, ધનમાં મેલું આગ, કે ઘરણાં ઘોળ્યાં કરું રે લોલ.

ગોરમા, અમને વરસ થયાં છે સોળ, બુઢીયાને એંસી થયાં રે લોલ.

ગોરમા, અમારે દુધીયા દાંત, કે બુઢીયાને પડી ગયા રે લોલ.

ગોરમા, અમારા કાળા કેશ, કે બુઢીયાને ધોળા થયા રે લોલ.

ગોરમા, મારે ચટકતી ચાલ, કે બુઢીયાને લાકડી રે લોલ.

ગોરમા, સૈયરૂંમાં રમવા જાઉં તો બુઢીયો બળી મરે રે લોલ.

ગોરમા, અમને દયો આશિષ, જીવતર ઝેર થયાં રે લોલ.

ગોરમાયે દીધાં છે વરદાન, જોડ બની શોભતી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 173)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966