garu wana chyam rahiye? - Lokgeeto | RekhtaGujarati

ગરુ વના ચ્યમ રહીએ?

garu wana chyam rahiye?

ગરુ વના ચ્યમ રહીએ?

ચ્યમ રહીએ, ગરુ વના ચ્યમ રહીએ?

કૂવાને કાંઠ ચાર સાધુડા આયા

બૂન બોન આલો પાંણી. ગરુ.

ચીર સાંધીને મી રે પાંણીડાં કાઢ્યાં,

લ્યો લ્યો સાધુડિયાં પાંણી. ગરુ.

કંઠી તોડો તો મારા ઘરમાં પેહો,

ઝાંપે ઝૂંપડાં બાંધો. ગરુ.

કંઠી ના તોડું તારા ઘરમાં પેહું,

ઝાંપે ઝૂંપડાં બાંધું. ગરુ.

ખોળો વાળીને મીરાં વાડી પધાર્યાં,

વેણી તાંદલજાની ભાજી. ગરુ.

સરવે સંતોને સીરા ને પૂરી,

ગરુજીને સેવ સુંવાળી. ગરુ.

રસપ્રદ તથ્યો

સ્વ. ગિજુભાઈએ વસોમાં શિક્ષણવર્ગ શરૂ કરેલો ત્યારે અક્ષરજ્ઞાનના વર્ગો ચાલતા હતા તે સમયે વસો પાસે રૂદણ નામના ગામડામાંથી લોક-ભજન મંડળીમાંથી લીધેલું. સ. ૧૯૩૯

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 220)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, નટુભાઈ બરાનપુરિયા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957