garje mor jhingoriyan - Lokgeeto | RekhtaGujarati

ગરજે મોર ઝીંગોરિયાં

garje mor jhingoriyan

ગરજે મોર ઝીંગોરિયાં

“ગરજે મોર ઝીંગોરિયાં, મહેલ થારકકે માઢ :

વરખા-રી રત વર્ણવાં, આયો ઘુઘુંભ અષાઢ,

અષાઢ ઘઘુંબીય, લુમબીય અંબર, વ્રદ્ દળ બેવળ ચોવળિયાં,

મહોલા-2 મહેલી ય, લાડ ગહેલી ય, નીર છલે, મળે નળિયાં.

ઈંદ્ર ગાજ આગજ કરે ધર ઉપર, અંબ નયાં, સર ઊભરિયાં,

અજમાલ નથુ તણ કુંવર આબણ, સોય તણી શી સંભરિયાં,

જીય સોય તણી શી સંભરિયાં

મુને સોય તણી રત સંભરિયાં”

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964