garbanan ramnaran - Lokgeeto | RekhtaGujarati

ગરબાનાં રમનારાં

garbanan ramnaran

ગરબાનાં રમનારાં

આવી રે આવી પડવા પૂનમની રાત જો,

ચાંદલિયો ઉઈગો રે સખી! મારા ચોકમાં રે લોલ.

ગોરી રે મોરી! આંગણલાં વાળી મેલ જો,

ગરબાનાં રમનારાં રે અબ ધડી આવશે રે લોલ.

ગોરી રે મોરી! ઢોલિયા વાળી મેલ જો,

ઢોલિયાનાં બેસનારાં રે અબઘડી આવશે રે લોલ.

ગોરી રે મોરી! હુકલડા ભરી મેલ જો,

અમલાંના પીનારા રે અબઘડી આવશે રે લોલ.

ગોરી રે મોરી! હળવી તાળી પાડ જો;

હાથોની હથેળી રે ગોરી તારી દુઃખશે રે લોલ.

ગોરી રે મોરી! હળવા ફેરા ફર જો,

હીરનાં ચીર રે ગોરી! તાર! ફાટશે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957