gandhiye tharwo wepar adaryo - Lokgeeto | RekhtaGujarati

ગાંધીએ ઠરવો વેપાર આદર્યો

gandhiye tharwo wepar adaryo

ગાંધીએ ઠરવો વેપાર આદર્યો

ગાંધીએ ઠરવો વેપાર આદર્યો,

એ વસતીને કીધી પાયમાલ રે,

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાંના ટોળાં ઉમટ્યાં!

એ સ્ટેશન દરવાજે તોફાન આદર્યાં,

એ આદર્યા છે ભદકારી ફોજે રે,

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઉમટ્યાં!

એ વધી કલમ ને વધ્યાં કાયદા,

એ વધ્યાં છે કાંઈ ભાઈબંધુના જોર રે

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઉમટ્યાં!

એ આંબે આંબે રે કોયલ રેરકે,

એ રોયાં છે કાંઈ સિંહ ને શિયાળ રે,

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઉમટ્યાં!

એ ગાંધી ઠરવો વેપાર આદર્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964