ગાય આપોને મારી ગોતી
gay apone mari goti
ગાય આપોને ગોતી, મારા વા’લા;
ગાય આપોને મારી ગોતી રે,
ગાય આપોને મારી ગોતી રે.
નંદના ગોવાળિયા, મેં તમને ભળાવી;
કેમ કો’ છો ગા’ નો’તી રે,
ગાય આપોને મારી ગોતી રે.
આંખે છે આંજણી, ને મોઢે છે મુંઝડી;
અણિયાળી આંખડીએ જોતી રે,
ગાય આપોને મારી ગોતી રે.
સોનાની શીંગડી, ને રૂપાની ખરીએ;
હારની દોરીએ બાંધી હોતી રે,
ગાય આપોને મારી ગોતી રે.
હાથમાં ચૂડલો ને ગોઠણ વચ્ચે ઘોણીઓ;
લટકેથી ગાય હું દો’તી રે,
ગાય આપોને મારી ગોતી રે.
હું રે નાનકડી, ને કા’ન વર મોટા;
આડે તે ઘુંઘટે હું જોતી રે,
ગાય આપોને મારી ગોતી રે.
નંદના ગોવાળિયા, તમને ભળાવી;
કેમ કો’ છો કે ગાય નો’તી રે?
ગાય આપોની મારી ગોતી રે.
gay apone goti, mara wa’la;
gay apone mari goti re,
gay apone mari goti re
nandna gowaliya, mein tamne bhalawi;
kem ko’ chho ga’ no’ti re,
gay apone mari goti re
ankhe chhe anjni, ne moDhe chhe munjhDi;
aniyali ankhDiye joti re,
gay apone mari goti re
sonani shingDi, ne rupani khariye;
harni doriye bandhi hoti re,
gay apone mari goti re
hathman chuDlo ne gothan wachche ghonio;
latkethi gay hun do’ti re,
gay apone mari goti re
hun re nanakDi, ne ka’na war mota;
aDe te ghunghte hun joti re,
gay apone mari goti re
nandna gowaliya, tamne bhalawi;
kem ko’ chho ke gay no’ti re?
gay aponi mari goti re
gay apone goti, mara wa’la;
gay apone mari goti re,
gay apone mari goti re
nandna gowaliya, mein tamne bhalawi;
kem ko’ chho ga’ no’ti re,
gay apone mari goti re
ankhe chhe anjni, ne moDhe chhe munjhDi;
aniyali ankhDiye joti re,
gay apone mari goti re
sonani shingDi, ne rupani khariye;
harni doriye bandhi hoti re,
gay apone mari goti re
hathman chuDlo ne gothan wachche ghonio;
latkethi gay hun do’ti re,
gay apone mari goti re
hun re nanakDi, ne ka’na war mota;
aDe te ghunghte hun joti re,
gay apone mari goti re
nandna gowaliya, tamne bhalawi;
kem ko’ chho ke gay no’ti re?
gay aponi mari goti re



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 290)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968