ગાવડી દો'વા
gawDi dowa
આવજે નંદના છૈયા મારે ગેર ગાવડી દો’વા.
મારી ગાવડી તુજને હળી, તુજને દોવા દે;
રોજનો દોકડો રોકડો કા’ના, મુખથી માગી લે;
આવજે નંદના છૈયા, મારે ઘેર ગાવડી દો’યા.
હીરની દોરીએ નોંધણું કા’ના, વાછરૂં વાળીશ હું;
ગાવડી પાસે ઊભી રઈશ હું, ને ગાવડી દોજે તું;
આવજે નંદના છૈયા, મારે ઘેર ગાવડી દો’વા.
aawje nandna chhaiya mare ger gawDi do’wa
mari gawDi tujne hali, tujne dowa de;
rojno dokDo rokDo ka’na, mukhthi magi le;
awje nandna chhaiya, mare gher gawDi do’ya
hirni doriye nondhanun ka’na, wachhrun walish hun;
gawDi pase ubhi raish hun, ne gawDi doje tun;
awje nandna chhaiya, mare gher gawDi do’wa

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 220)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968