mane khoto dalaho didho - Lokgeeto | RekhtaGujarati

મને ખોટો દલાહો દીધો

mane khoto dalaho didho

મને ખોટો દલાહો દીધો

વન વનનો ભોગાવો બઉ ભારે,

તાં કાનુડો ગાવડી ચારે; ભોગાવો બઉ ભારે.

કાન કે’તો’તો, કે કડલાં હું લાવીશ,

મને ખોટો દલાહો દીધો; ભોગાવો બઉ ભારે.

વન વનવો ભોગાવો બઉ ભારે,

તાં કાનુડો ગાવડી ચારે; ભોગાવો બઉ ભારે.

કાન કે’તો’તો કે ઝાંઝરાં હું લાવીશ

મને ખોટો દલાહો દીધો; ભોગાવો બઉ ભારે.

વન વનનો ભોગાવો બહુ ભારે,

તાં કાનુડો ગાવડી ચારે; ભોગાવો બઉ ભારે.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના હીરપુર ગામની બહેનો પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 175)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968