enan oDiyanman petho sap - Lokgeeto | RekhtaGujarati

એનાં ઓડિયાંમાં પેઠો સાપ

enan oDiyanman petho sap

એનાં ઓડિયાંમાં પેઠો સાપ

એનાં ઓડિયાંમાં પેઠો સાપ, લાલ હિંદવાણી

તો .....વહુનો બાપ, લાલ હિંદવાણી

એના ચોટલામાં પેટો ચોર, લાલ હિંદવાણી

એના અંબોડે ઘૂમતો મોર, લાલ હિંદવાણી

એના માદળિયામાં એક ચિઠ્ઠી, લાલ હિંદવાણી

એને કામણ કરતાં દીઠી, લાલ હિંદવાણી

તો ક્યા ભાઈની નાર, લાલ હિંદવાણી

તો ફલાણા ભાઈની નાર, લાલ હિંદવાણી

ખતરણ વાડાની ખતરણ, લાલ હિંદવાણી

તો આવીને ગેઠી ગોખ, લાલ હિંદવાણી

તો .....ની શોક્ય, લાલ હિંદવાણી

.....છાની મીઠાઈ લાવે, લાલ હિંદવાણી

પેલી ખતરણને ખવરાવે, લાલ હિંદવાણી

.....વહુ બારીએ બેસી રુએ, લાલ હિંદવાણી

સાસુ આંસુ લુએ, લાલ હિંદવાણી

વહુ-વરની આવડી શી પેર, લાલ હિંદવાણી

ખતરણ કાલે જાશે ઘેર, લાલ હિંદવાણી

આપણે કરશું લીલાલહેર, લાલ હિંદવાણી

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959