ekDe ek wewaine - Lokgeeto | RekhtaGujarati

એકડે એક વેવાઈને

ekDe ek wewaine

એકડે એક વેવાઈને

એકડે એક વેવાઈને નથી ટેક

મારી બોન્યું આકરુમાં લીલાલહેર છે.

બગડે બે વેવાઈની બોલો જે,

મારી બોન્યું આકરુમાં લીલાલહેર છે.

તગડે ત્રણ મા તુળસી કહે તું પરણ્ય,

મારી બોન્યું આકરુમાં લીલાલહેર છે.

ચોગડે ચાર વેવાઈ કરે વિચાર,

મારી બોન્યું આકરુમાં લીલાલહેર છે.

પાંચડા પાસે છગડો વેવાઈએ માંડ્યો ઝઘડો,

મારી બોન્યું આકરુમાં લીલાલહેર છે.

સાતડે સાત, વેવાઈને નથી સાથ,

મારી બોન્યું આકરુમાં લીલાલહેર છે

આઠડે આઠ, વેવાઈને નથી ઠાઠ,

મારી બોન્યું આકરુમાં લીલાલહેર છે.

નવડે નવ વેવાઈને નથી વહુ,

મારી બોન્યું આકરુમાં લીલાલહેર છે.

એકાડા મીંડે દશ, વેવાઈ કહે હવે બસ,

મારી બોન્યું આકરુમાં લીલાલહેર છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959