ek war ghoghe - Lokgeeto | RekhtaGujarati

એક વાર ઘોઘે

ek war ghoghe

એક વાર ઘોઘે

એક વાર ઘોઘે જાજો હો મચવા,

ઘોઘેથી ગુગરો લાવજો, જાલમ મચવા હો!

લાવે તો બે સારુ લાવજો હો મચવા,

નોખે લાવે કર જોડ, જાલમ મચવા હો!

એક વાર ચીનાઈ જાજો હો મચવા,

ચીનાઈથી ચીત્તર લાવજો, જાલમ મચવા હો!

લાવે તો બે સારુ લાવજો, હો મચવા,

નોખે લાવે કર જોડ, જાલમ મચવા હો!

એક વાર ભરૂચ જાજો હો મચવા,

ભરૂચથી ભજીયાં લાવજો, જાલમ મચવા હો!

લાવે તો બે સારુ લાવજો હો મચવા,

નોખે લાવે કર જોડ જાલમ મચવા હો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959