ek andhari orDi re! - Lokgeeto | RekhtaGujarati

એક અંધારી ઓરડી રે!

ek andhari orDi re!

એક અંધારી ઓરડી રે!

એક અંધારી ઓરડી રે! બીજી અંધારી વેરણ રાત વાલા

વાલમ જાવું ચાકરી રે! વાલમ વળાવવા જઈશ વાલા

વાલમ વળાવી હું ઊભી વડલા હેઠ વાલા!

પરહે ચાહે મોરલો ભીંજાય અમારા ચીર વાલા!

હું રે ભીંજાઈ ઘરને આંગણે વાલમ ભીંજાય પરદેશ વાલા!

કેટલે દિવસે તમે આવશે? કેટલા થાશે માસ વાલા

જેટલા પીંપરના પાંદડે પાંદડે દિવા બળે તેટલા થાશે માસ વાલા!

એટલે દિવસે ગોરી આવશું તમારા મૈયર છે વેગળા રે!

તો જોશો મૈયરની વાટ વાલા,

વેંત જેવડી તલાવડી દડા જેવડા ફૂલ વાલા!

કાચા ઉતરે કડપલ ને પાકાના જાશે મૂલ વાલા!

ત્રણ તીસુનું લાકડું નાખ્યુ સુથારીને ઘેર વાલા!

તમારું ઘડામણ થાય તે લેજે વધે તેટલું પાછું આપજે વાલા!

સોપારી જેટલું સાવજડું તલમાં તરીએ ભાગ વાલા!

ખાય બામણ, ખાય વાણીયા, ખાય અઢારે આલમ વાલા!

ચતુર હશે તે સમજી જાશે, મુરખ કરશે વિચાર વાલા!

મેમાન આવ્યા પરોણલે ફળિયામાં સુકવી કમોદ વાલા!

મેમાન જાણે હું ફૂલ્યો પેપર નાર હું વાલા!

ચતુર હશે તે સમજી જાશે મુરખ કરશે વિચાર વાલા!

સાસુને વહુ મા દીકરી ચાલીનો એક ભરથાર,

ચતુર હશે તે સમજી જાશે મુરખ કરશે વિચાર વાલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964