e orDiya chanawe walo - Lokgeeto | RekhtaGujarati

એ ઓરડીયા ચણાવે વાલો

e orDiya chanawe walo

એ ઓરડીયા ચણાવે વાલો

ઓરડીયા ચણાવે વાલો મારા વસીયા ગોકુળગામ!

ઉતારા કરશે શ્રીભગવાન વાલો મારા વસીયા ગોકુળગામ!

અબોલડાં લીધા રે ભગવિક માંખણીયા!

દાંતણ વીખો દાડમ કેરી શાખ,

દાંતણીયા કરશે શ્રીભગવાન વાલો મારા વસીયા ગોકુળગામ!

અબોલડાં લીધા રે ભગવિક માંખણીયા!

નાવણ વીખો વાલો મારા નાવણીયા ચણાવ,

નાવણીયા કરશે શ્રીભગવાન વાલો મારા વસીયા ગોકુળગામ!

અબોલડાં લીધા રે ભગવિક માંખણીયા!

કદુયુ બેસાડ રે વાલો મારા ભોજનીયા રંધાવ!

ભોજનીયા જમશે રે શ્રીભગવાન વાલો મારે વસીયા ગોકુળગામ!

અબોલડાં લીધા રે ભગવિક માંખણીયા!

બોજોડુયા રે ડોલાવ રે વાલો મારે રમતીયા હજાર!

રમતીયા રમશે મારે શ્રીભગવાન વાલો મારો વસીયા ગોકુળગામ!

અબોલડાં લીધા રે ભગવિક માંખણીયા!

ઢોલીયા રે ઢાળાવો રે વાલો મારો પોઢણીયો!

ઢોલીડે પોઢે શ્રીભગવાન વાલો મારો વસીયા ગોકુળગામ!

અબોલડાં લીધા રે ભગવિક માંખણયા.!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964